ઘરફોડ ચોરી કરતી કુખ્યાત ગેંગ ઝડપાઈ
વડોદરા શહેરમાં વધતી જતી ઘરફોડ ચોરીની ઘટનાઓને અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો સતત કાર્યરત હતી. પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે દરજીપુરા એરફોર્સ સ્ટેશન સામેના ખુલ્લા મેદાનમાંથી સીકલીગર ગેંગના ત્રણ ઇસમો (૧) રોહિત ઉર્ફે મચ્છર રાજુસિંગ બાવરી, (૨) કરનલસિંગ જશપાલસિંગ ટાંક અને (૩) બાદલસિંગ ધનસિંગ બાવરી તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરને ઝડપી પાડવામાં આવ્યા હતા.કડાયેલા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળો, મોબાઇલ ફોન, રોકડ રકમ અને મોટરસાઇકલ મળી કુલ રૂ. ૧૧,૫૪,૨૨૯/- ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ ગેંગે રાત્રીના સમયે બંધ મકાનોને ટાર્ગેટ કરીને તાળા-નકુચા તોડીને ચોરીઓ આચરી હતી. પૂછપરછ દરમિયાન વડોદરા શહેરના જે.પી. રોડ, માંજલપુર (નાંદેસરી), બાપોદ, છાણી, ફતેગંજ, સમા, ગોરવા, અકોટા, કપુરાઈ અને ગોત્રી સહિતના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા