હાલોલ: હાલોલ બાયપાસ રોડ પર ટ્રેલર ચાલકે બાઈકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત,બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યુ
હાલોલ બાયપાસ રોડ પર અક્ષર પાર્ટી પ્લોટ પાસે તા.27 માર્ચ શુક્રવારના રોજ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જ્યારે તેમના પતિને ગંભીર ઇજાઓ પહોંચી હતી.હાલોલ પોલીસે મહિલાના મૃતદેહને કબજે લઇ પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી