બાવળા: ધોળકા ખાતે નગરપાલિકા, જિ.પં., તા.પં. નાં ઉમેદવારી ફોર્મ ભરવા ભાજપના ઉમેદવારો ઉમટ્યા, ધારાસભ્ય હાજર રહ્યા
આજરોજ તા. 11/04/2026, શનિવારે બપોરે 12 વાગે ધોળકા પ્રાંત અધિકારી ની કચેરીમાં ભાજપ ધ્વારા ધોળકા નગરપાલિકાનાં ઉમેદવારી પત્રકો ભરવામાં આવ્યા હતા. જયારે ધોળકા તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ હાજર રહ્યા હતા.