માંડવી: કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી જાગૃતિ અભિયાન હાથ ધરાયું
Mandvi, Kutch | Jun 26, 2026 કોડાય પોલીસ સ્ટેશન દ્વારા વિસ્તારમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું. જાહેર સ્થળોએ જાગૃતિ બેનરો લગાવી લોકોને ડ્રગ્સનું સેવન ન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું. પોલીસે ડ્રગ્સના દુષ્પ્રભાવો અંગે માહિતી આપી ખાસ કરીને યુવાનોને નશાથી દૂર રહેવા અપીલ કરી તેમજ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ પોલીસને કરવા અનુરોધ કર્યો.