સીંગવડ: સિંગવડના સુડિયા ગામે કૂવામાં ડૂબી જવાથી બે સગી બહેનોના મોત
Singvad, Dahod | Sep 9, 2026 સિંગવડના સુડિયા ગામે ખેતરમાં ભૂંડ ભગાડવા ગયેલી બે સગી બહેનોના કૂવામાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. 13 વર્ષીય ભાવનાબેન અને 11 વર્ષીય નિકિતાબેનના મૃતદેહ સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. રણધીકપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.