બાવળા: સરોડા નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા યુવકનું મોત નીપજ્યું
તા. 01/03/2026, બુધવારે સાંજે 4.30 વાગે ધોળકા તાલુકાના સરોડા ગામ નજીક એક 22 વર્ષીય યુવક કેનાલમાં નહાવા પડ્યો હતો. ત્યારે કેનાલના પાણીમાં તે ડૂબી જતા ધોળકા ફાયર બ્રિગેડ ટીમ અને ધોળકા રૂરલ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. યુવકના મૃતદેહ ને પોલીસે પોસ્ટ મોર્ટમ માટે ધોળકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મોકલી આપી એ. ડી. નોંધી તપાસ હાથ ધરી છે.