આણંદ શહેર: કરમસદ-આણંદ મહાનગરપાલિકામાં ભાજપનો વિજય શંખનાદ: ઉમેદવારોએ 'જન સેવા સંકલ્પ' સાથે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા
આણંદની મધ્યમાં આવેલ પવિત્ર બેઠક મંદિર પાસે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તમામ 52 ઉમેદવારોએ બેઠક મંદિરમાં ઠાકોરજીના દર્શન કરી જીત માટે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ પ્રજાની નિઃસ્વાર્થ સેવા કરવાના સંકલ્પ સાથે પ્રચાર અભિયાન શરૂ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના મેન્ડેટ સાથે ચૂંટણી જંગમાં ઉતરેલા 52 ઉમેદવારોએ પ્રદેશ અને જિલ્લાના ટોચના નેતાઓની હાજરીમાં વિધિવત રીતે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા.