ઘોઘંબા: તાલુકાના વાંકોડ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા: રાજગઢ પોલીસે ₹૨૨,૩૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો
ઘોઘંબા તાલુકાના વાંકોડ ગામે નાળા પાસે જાહેરમાં પાના-પત્તાનો જુગાર રમતા ચાર ઇસમોને રાજગઢ પોલીસે ૨૬ જૂનના રોજ બાતમીના આધારે રેઇડ પાડીને રંગેહાથ ઝડપી લીધા હતા.પકડાયેલા આરોપીઓમાં ભારતભાઈ રાઠવા, કિશનભાઈ નાયક, નિલેશકુમાર બારીયા અને રમેશભાઈ નાયકનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની અંગ ઝડતીમાંથી ₹૬,૩૦૦ અને દાવ પરથી ₹૧૬,૦૫૦ મળીને કુલ ₹૨૨,૩૫૦ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય જપ્ત કર્યું છે. આ સમગ્ર મામલે રાજગઢ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને કાયદ