ઘોઘંબા: ઘોઘંબા તાલુકામાં છાપરી ગામ પાસે હાલોલ હાઇવે પર ટ્રેક્ટર-બાઈક અકસ્માતમાં યુવકનું મૃત્યુ, બે ઈજાગ્રસ્ત
ઘોઘંબા તાલુકો નજીક છાપરી ગામ પાસે હાલોલ હાઇવે પર ટ્રેક્ટર-બાઈક અકસ્માતમાં ભુપેન્દ્રભાઈ વણઝારાનું મૃત્યુ થયું છે, જ્યારે તેમની પત્નિ અને પુત્ર ઈજાગ્રસ્ત થયા છે. પરિવાર રાણીપુરાથી વડોદરા જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટરે બેદરકારીથી ટક્કર મારી હતી. ગંભીર ઈજાઓને કારણે ભુપેન્દ્રભાઈને ઘોઘંબા સરકારી દવાખાનું લઈ જતાં મોત નિપજ્યું, જ્યારે ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ટ્રેક્ટર ચાલક સ્થળેથી ફરાર થયો છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.