ઘોઘંબા: ઘોઘંબા તાલુકામાં રાજગઢ પોલીસની બે મોટી કાર્યવાહી: ક્રેટા અને નેક્સોન ગાડીઓમાંથી ₹૧૫.૭૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો
પંચમહાલની રાજગઢ પોલીસે દારૂબંધીના કડક અમલ હેઠળ બે અલગ-અલગ સફળ ઓપરેશન કરીને કુલ ₹૧૫.૭૧ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.પ્રથમ કાર્યવાહીમાં, આંબાખુટ ગામ પાસે નાકાબંધી દરમિયાન ક્રેટા કારમાંથી ₹૪,૦૬,૨૫૦ નો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાર અને મોબાઈલ સહિત કુલ ₹૯,૧૧,૨૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બીજી કાર્યવાહીમાં, ઘોઘંબા ફાટક પાસે નાકાબંધી તોડી ભાગેલી નેક્સોન કારનો પીછો કરી ફરોડ ગામ પાસેથી ઝડપી લેવાઈ હતી, જેમાંથી ₹૨,૬૦,૨૭૦ નો દારૂ અને ગાડી