રાપર: ગુગલ મેપના સહારે મંદિર શોધીને ચોરી કરતા ગેડી અને ઉમૈયાના શખ્સો ઝડપાયા : sp એ વિગતો જણાવી
Rapar, Kutch | Mar 28, 2026 રાપર તાલુકાના મોટી હમીરપર ગામે સીમ વિસ્તારમાં આવેલ ખોડિયાર માતાજીના અને રામદેવપીરના મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી. સેવા પૂજા કરતા મહેન્દ્રસિંહ રૂપુભા વાઘેલાએ જણાવ્યું હતું કે, ખોડિયાર મંદિરમાંથી રાત્રી દરમિયાન ૩૦ હજારના દોઢસો ગ્રામ વજનના ચાંદીના ૬ છતર, રામદેવપીર મંદિરમાંથી ૮૦ હજારના ૪૦૦ ગ્રામના ૮ છતર મળી કુલ ૧,૧૦,૧૫૦ની ચોરી કરવામાં આવી હતી. દરવાજો તોડીને અંદર ઘુસેલા શખ્સોએ ચોરી કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલવા માટે આડેસર પોલીસે અલગ અલગ ટીમો બનાવી