કચ્છ યુનિવર્સિટી બજેટ 2026-27નું આર્થિક વિશ્લેષણ સરકારને સોંપશે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ગુજરાતના નવા બજેટનું વિશ્લેષણ કરવા માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ ડો. મોહન પટેલે જણાવ્યું કે શિક્ષણ અને સ્પોર્ટ્સ માટે કચ્છને મોટી ફાળવણી મળી છે, જેમાં સ્ટેડિયમ માટે રૂ. 20 કરોડનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ આર્થિક વિશ્લેષણ અને કોન્સેપ્ટ નોટ ટૂંક સમયમાં રાજ્ય સરકારને રજૂ કરવામાં આવશે.