સુરતના ડુમસ બીચ પર ફરી એકવાર ડૂબી જવાની દુર્ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાંથી મિત્રો સાથે ફરવા આવેલા બે યુવકો ગણેશ મંદિર પાછળ દરિયાના પાણીમાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકોની શોધખોળ હાથ ધરી છે.😞