માંડવી: માંડવી નગરપાલિકા વોર્ડ નંબર 2 માં ગટર મિશ્રિત પાણીની સમસ્યા, આપ નેતા જગદીશ થારૂની રજુવાત
Mandvi, Kutch | Apr 17, 2026 માંડવી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 2 માં પીવાના પાણીમાં ગટરનું મિશ્રણ થતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ મુદ્દે આપ (આમ આદમી પાર્ટી)ના નેતા જગદીશ થારૂએ તંત્ર સમક્ષ રજુવાત કરી છે.જગદીશ થારૂએ જણાવ્યું કે, વોર્ડના રહેવાસીઓ છેલ્લા કેટલાય દિવસોથી દૂષિત પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેના કારણે આરોગ્ય પર ખતરો ઊભો થયો છે. ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.