રાપર: વાગડના રામવાવનો યુવાન IPLના ફલક પર ઝળક્યો: મોહન આહીરની કાતિલ બોલિંગે દિગ્ગજોને કર્યા અચંબિત
Rapar, Kutch | Apr 1, 2026 કહેવાય છે કે જો મનમાં મક્કમ ઈરાદો અને મહેનત કરવાની તૈયારી હોય, તો અંતરિયાળ ગામડાનું અંતર પણ સફળતાના માર્ગમાં અવરોધ નથી બનતું. આ વાતને સાર્થક કરી બતાવી છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાના એવા રામવાવ ગામના યુવાન મોહન કરસન આહીરે. મોહને પોતાની અથાક મહેનત અને ચોકસાઈભરી લેગ સ્પિન બોલિંગના જોરે વિશ્વની સૌથી લોકપ્રિય લીગ IPL ના ફલક પર પોતાની ચમક ફેલાવી છે.