રાપર: રાપર એસટી ડેપો દ્વારા 'રાપર-વડોદરા' રૂટ પર નવી બસનું લોકાર્પણ
Rapar, Kutch | Mar 27, 2026 રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પ્રત્યેક વિધાનસભા દીઠ ૧૮૨ નવી એસટી બસો ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત, રાપર એસટી બસ ડેપોને પણ નવી બસની ફાળવણી કરવામાં આવી છે.સ્થાનિક ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, આજે 'રાપર-વડોદરા' રૂટ માટે નવી ગુર્જર નગરી બસનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બસ રાપરથી દરરોજ સવારે ૧૧:૩૦ કલાકે વડોદરા જવા રવાના થશે.