બોટાદના પ્રાચીન નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બોટાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના સંતો-મહંતો અને સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ સંસદમાં હિન્દુ ધર્મ, મંદિરોની સુરક્ષા, ધાર્મિક-સાંસ્કૃતિક પરંપરાઓનું જતન અને સમાજમાં જાગૃતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ. ગઢડાના મહંત એસ.પી. સ્વામીએ આગામી સમયમાં વધુ વ્યાપક સ્તરે ધર્મ સંસદ યોજવાની વાત કરી હતી.
#HumDekhengeNews #BotadNews #DharmaSansad #HinduDharma #TempleSafety #GujaratNews
Ahmadabad City, Ahmedabad | Sep 21, 2026