ગુજરાતમાં સોમવારે એક કથિત બોમ્બની ધમકીભર્યા ઈ-મેઈલ બાદ સમગ્ર રાજ્યની સુરક્ષા એજન્સીઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. આ ઈ-મેઈલમાં પ્રસિદ્ધ સોમનાથ મંદિર, ભાજપની કેન્દ્રીય તેમજ અમદાવાદના ખાનપુર સ્થિત કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. આ સિવાય ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પોલીસ કર્મચારીઓ અને દેશની ગુપ્તચર એજન્સી RAW ને પણ નિશાન બનાવવાનો ઉલ્લેખ કરાયો છે. ઈ-મેઈલમાં પાકિસ્તાન અને ખાલિસ્તાન સંબંધિત ઉશ્કેરણીજનક સૂત્રો સાથે વિવિધ સ્થળે વિસ્ફોટકો ગોઠવી દીધાનો દાવો કરાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ બોમ્બ ડિટેક્શન સ્કવોડ અને પોલીસે ખાનપુર BJP કાર્યાલય સહિતના સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું છે. હાલ સાયબર સેલ અને પોલીસ મેઈલના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ કરી રહી છે.
#HumDekhengeNews #GujaratAlert #SomnathTemple #BombThreat #AhmedabadNews #GujaratPolice