વડોદરામાં મહેસૂલ વિભાગના કર્મચારીઓ ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. જમીન દફતર વિભાગના 83 કર્મચારીઓ હડતાળમાં જોડાતા સિટી સર્વે સહિતની જમીન સંબંધિત કામગીરીને અસર થઈ છે. હડતાળના કારણે જમીન માપણી, નામ દાખલ કરવા, પ્રોપર્ટી કાર્ડ અને જમીન સંપાદન સહિતની કામગીરી માટે આવતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે. કર્મચારીઓનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત છતાં માંગણીઓનો ઉકેલ ન આવતા જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
#HumDekhengeNews #VadodaraNews #RevenueEmployees #GovernmentStrike #CitySurvey #GujaratNews