માંડવી: માંડવીમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો
Mandvi, Kutch | Jul 5, 2026 માંડવીના ગોકુલ વિદ્યામંદિર (ત્રણ ટુકર) ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરસેવક પારસભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખનીજ વિભાગના ઉપસચિવ શ્રી મયુરભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગોકુલ વિદ્યામંદિર દ્વારા બાલવાટિકાથી કોલેજ સુધી આશરે 1000 કન્યાઓને સંપૂર્ણ નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવતું હોવાનું જણાવાયું હતું.