તારાપુર: પોલીસે 31.50 લાખનું રોકાણ કરાવી લોકો સાથે ઠગાઈ આચરતી આંતરરાજ્ય ગેંગનો એક ઇસમ ઝડપ્યો
Tarapur, Anand | Sep 7, 2026 વળતરની લોભામણી લાલચ આપી, લિંક મારફતે પોન્ઝી કંપનીની એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરાવી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન દ્વારા નાણાકીય રોકાણ કરાવતા હતા.અને છેતરપિંડી કરતા હતા.જે અંગેની બાતમી સાયબર ક્રાઈમ પોલીસના જલાભાઈ અને ભરતભાઈને મળતા જ આ રેકેટમાં પ્રતિકકુમાર વિનોદભાઈ ઠાકોર (રહે. સરકારી દવાખાના પાસે, પ્રભુલાલની ચાલી, પેટલાદ, તા.પેટલાદ, જી.આણંદ)ની ઝડપી લીધો હતો.જ્યારે એકાર્લીટ (ECARLIT) નામની એક મહિલા ફરાર છે.અને 31.50 લાખની છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે.