પોરબંદર: સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર નિમેશ ગોઢાણિયા વિરુદ્ધ ગુનો નોંધાયો
પોરબંદરના ખાંભોદર ગામમાં 15 વર્ષની સગીરાનું અપહરણ કરી વાડીના મકાનમાં ગોંધી રાખી દુષ્કર્મ આચર્યાનો કેસ નોંધાયો છે. બગવદર પોલીસે આરોપી નિમેશ આતિયાભાઈ ગોઢાણિયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.