પોરબંદર: કુતિયાણામાં ભંગારના ડેલામાંથી 90,000ના તાંબાના વાયરની ચોરી
કુતિયાણાના બાપુનાકા પાસે આવેલા ભંગારના ડેલામાં અજાણ્યા તસ્કરોએ ઓફિસના કાચ તોડી 100 કિલો તાંબાના વાયર અને ભંગારની ચોરી કરી છે. રૂ. 90,000ની મત્તાની આ ચોરી અંગે કુતિયાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.