જેસર: જેસર તાલુકાના માતલપર ગામે મનરેગાના પગારનો પ્રશ્ન ગરમાયો
જેસર તાલુકાના માતલપર ગામે મનરેગાના પગારનો પ્રશ્ન ગરમાયો મજૂરો અને સરપંચ દ્વારા વિરોધ કરવાની તૈયારી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના માતલપર ગામે મનરેગા યોજના હેઠળ કામ કરનાર મજૂરોને પગાર ન મળતા મજૂરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લાંબા સમયથી મજૂરીની રકમની રાહ જોઈ રહેલા મજૂરોમાં અસંતોષ ફેલાયો છે. આ મામલે મજૂરો સાથે સરપંચ પણ આગળ આવ્યા છે અને પગારના પ્રશ્ને વિરોધ કરવાની તૈયારી દર્શાવી છે.