મુન્દ્રા: દિવાળી પર્વે મુંદ્રાની બજારોમાં રોનક: સોની બજાર સહિતની દુકાનોમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ સાથે ઉત્સાહનો માહોલ
Mundra, Kutch | Nov 7, 2026 પ્રકાશના પર્વ દિવાળીના આગમન સાથે જ મુંદ્રા શહેરમાં તહેવારોનો અનેરો ઉત્સાહ અને માહોલ છવાઈ ગયો છે. ખાસ કરીને સોની બજારમાં સવારથી જ શુકનવંતી ખરીદી કરવા માટે શહેરીજનો સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.