માંડવી: માંડવી નગરપાલિકા ખાતે ‘જન કલ્યાણ શિબિર’ યોજાઈ, વિવિધ યોજનાઓનો લાભ અપાયો
Mandvi, Kutch | Jun 18, 2026 માંડવી નગરપાલિકા કચેરી ખાતે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યા. શિબિરમાં પી.એમ. સ્વનિધિ યોજના, આયુષ્માન ભારત યોજના, નમો શ્રી યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિત અનેક યોજનાઓના લાભાર્થીઓને પ્રમાણપત્રો અને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગરપાલિકાના અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.