ભુજની માનવજ્યોત સંસ્થાને ગોરસિયા પરિવાર તરફથી નવું વાહન ભેટ.ભુજની પ્રખ્યાત સેવાભાવી સંસ્થા 'માનવજ્યોત'ને અક્ષરનિવાસી અમરબાઈ માવજી ગોરસિયા પરિવાર તરફથી નવી છ સીટર ઇકો કાર અર્પણ કરવામાં આવી છે. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોની ઉપસ્થિતિમાં આ વાહન લોકાર્પણ કરાયું હતું. સંસ્થા આ વાહનનો ઉપયોગ માનવ સેવા અને જીવદયાની પ્રવૃત્તિઓ માટે કરશે. દાતા પરિવારનું સંસ્થા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વિગતો સાત વાગ્યે મળી હતી