ધ્રાંગધ્રા ના જેગડવા ચોકડી વિસ્તારમાં સંસ્થાના નામે ખોટી રીતે નાણાં ઉઘરાવવાની ઘટના સામે આવી છે મહિલા ટોળકી દ્વારા માર્ગ પર પસાર થતાં નાગરિકો પાસેથી એક જાણીતી સંસ્થાના નામે સહાયના બહાને રકમ ઉઘરાવવામાં આવી રહી હતી આ દરમિયાન એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવતા મહિલાઓને પૂછપરછ કરી હતી કે તેઓ કઈ સંસ્થાના નામે નાણાં એકત્ર કરી રહી છે. પરંતુ મહિલાઓ કોઈ સ્પષ્ટ જવાબ આપી શકી નહોતી. પરિસ્થિતિ ગંભીર બનતા મહિલા ટોળકી ત્યાંથી ભાગી છૂટી હતી