ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીના મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે એક તરફ મોંઘવારી સતત વધી રહી છે, તો બીજી તરફ યુવાનોને નોકરીઓ ન મળતાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય જનતા મોંઘવારીના મારથી પરેશાન છે, ત્યારે સરકાર પ્રજાની સમસ્યાઓ ઉકેલવાને બદલે ઉત્સવો પાછળ ખર્ચ કરી રહી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
#AmitChavda #GujaratPolitics #CongressPressConference #humdekhengenews