ત્રણેય આરોપીઓ સાથે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ દારુ હેરા ફેરીના સતત સંપર્કમાં હતો ને ભાંડો ફૂટ્યો. જૂનાગઢ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 4 ડિસેમ્બર 2025ના કરવામાં આવેલી દારૂ પકડવાની કાર્યવાહીના પડઘા હવે પોલીસ વિભાગમાં પડ્યા છે. LCBએ પોરબંદર-માંગરોળ હાઇવે પરથી યુપી પાર્સિંગના એક ટ્રકમાંથી સાત દિવસ પહેલા જ 48.90 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. દારૂ, ટ્રક અને મોબાઇલ ફોન મળીને પોલીસે કુલ 69 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને