માંડવી: માંડવી બંદરે ત્રણ નંબરનો સિગ્નલ લગાવાયો
Mandvi, Kutch | Jul 4, 2026 હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને માંડવી બંદર પર ત્રણ નંબરનો ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યો છે. દરિયામાં પવનની ગતિ વધવાની અને સમુદ્રમાં ઉંચા મોજાં ઉછળવાની શક્યતાને પગલે બંદર તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની તેમજ દરિયામાં રહેલી બોટોને સુરક્ષિત રીતે બંદરે પરત લાવવાની અપીલ કરવામાં આવી છે.