દાહોદ-બરોડા મેમુ ટ્રેનમાં ગંદકીનું સામ્રાજ્ય: કચરાના ઢગલા વચ્ચે મુસાફરો સફર કરવા મજબૂર
રેલવે પ્રશાસન દ્વારા એક તરફ દેશભરમાં 'સ્વચ્છ ભારત અભિયાન' અંતર્ગત રેલવે સ્ટેશનો અને ટ્રેનોને ચમકાવવાના મોટા-મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ ચિત્ર બયાન કરી રહી છે. દાહોદથી બરોડા (વડોદરા) વચ્ચે દોડતી મેમુ ટ્રેનમાં કચરાના ગંજ ખડકાયા હોવાની ચોંકાવનારી ફોટા વિડિયો સામે આવ્યા છે, જેના કારણે મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
મળતી માહિતી મુજબ, દાહોદ-બરોડા રૂટની મેમુ ટ્રેનના ડબ્બામાં કચરાનો ઢગલો જોવા મળ્યો છે.મેમુ ટ્રેનની સીટોની નીચે અને અવરજવર કરવાના રસ્તા પર જ કચરાના ઢગલાના કારણે મુસાફરોને બેસવામાં અને ચાલવામાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કચરાના કારણે મેમુ ટ્રેનના ડબ્બામાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે,જેના લીધે કલાકોની સફર કરનારા મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.આ ગંભીર બેદરકારીને પગલે રેલવેના મુસાફરો અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે.
ટ્રેન ઉપડતા પહેલાં તેનું યોગ્ય ક્લિનિંગ (સફાઈ) કેમ કરવામાં આવી નથી
સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનારી એજન્સી અને સુપરવાઈઝર પોતાની ફરજમાં કેમ નિષ્ફળ રહ્યા?
મુસાફરો અને જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે કે ઉચ્ચ રેલવે સત્તાધીશો આ મામલે (ત્વરિત તપાસના આદેશ આપે) અને ફરજમાં બેદરકારી દાખવનાર જવાબદાર કર્મચારીઓ કે એજન્સી સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
Dohad, Dahod | Jun 28, 2026