માંડવી: માંડવી વોર્ડ નં. ૭માં "વય વંદના અને વિધવા સહાય" KYC કેમ્પ યોજાયો
Mandvi, Kutch | Jun 6, 2026 માંડવીના વોર્ડ નં. ૭ ખાતે દરબારી સ્કૂલમાં "વય વંદના અને વિધવા સહાય" KYC કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આશરે ૬૦ વડીલો અને વિધવા બહેનોએ લાભ લીધો. મામલતદાર કચેરીના અધિકારીઓએ KYC પ્રક્રિયામાં સહયોગ આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન વોર્ડના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્થાનિક કાર્યકરોએ પણ વ્યવસ્થા સંભાળી હતી. લાભાર્થીઓએ આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો.