અંજાર: રતનાલ પાસે મતિયા દેવના પદયાત્રીઓને નડ્યો અકસ્માત: ત્રણ પદયાત્રીઓ ઘવાયા: એકનું મોત
Anjar, Kutch | Apr 1, 2026 રતનાલ અને કુકમા વચ્ચે છકડાની હડફેટે આવી જતાં મતિયા દેવ (ગુડથર) જઈ રહેલા પદયાત્રીઓને ઇજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં ઘવાયેલ ચાર પદયાત્રી પૈકી એકનું મૃત્યુ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય ત્રણ પદયાત્રીઓને પણ સારવાર માટે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.