માંડવી: ગઢશીશા માં યુવાનની નિર્મમ હત્યા, પંથકમાં ચકચાર
Mandvi, Kutch | May 2, 2026 માંડવી તાલુકાના ગઢશીશા ગામે શનિવારે સવારે એક હત્યાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. મફત નગરી વિસ્તારમાં આદિલ ખલીફા નામના યુવાનની તીક્ષણ હથિયારો વડે નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હતી.ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસના આધારે પોલીસે શંકાસ્પદ આરોપી સીધીક સુમાર કુંભારને ઝડપી પાડી લીધો છે. હાલ પોલીસે આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવા