ઘોઘંબા: તાલુકા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ રૂ. 1.06 લાખના ગુમ થયેલ 5 મોબાઈલ ફોન શોધી માલિકોને પરત કર્યા
ગોધરા તાલુકા પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન હેઠળ નોંધપાત્ર કામગીરી કરી ગુમ થયેલ 5 મોબાઈલ ફોન માલિકોને પરત આપ્યા. વધતી અરજીઓને ધ્યાનમાં રાખી પોલીસે ‘સંચાર સાથી’ (CEIR) પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી હતી. કુલ રૂ. 1.06 લાખના ઓપ્પો, વિવો, રેડમી અને સેમસંગ ગેલેક્સી કંપનીના ફોન શોધી કાઢવામાં આવ્યા. ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે માલિકોને ફોન પરત સોંપવામાં આવ્યા. આ કામગીરીથી નાગરિકોમાં ખુશી ફેલાઈ અને લોકોએ પોલીસની પ્રશંસા કરી.