માંડવી: ફરાદીના યુવા ઉદ્યોગપતિ પ્રફુલ્લ જોશીનો પ્રેરણાદાયી પ્રયાસ, ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી સર્જવાની પહેલ
Mandvi, Kutch | May 8, 2026 ફરાદી મુળના અને હાલે બોરીવલી સ્થિત “કારા ફેશન”ના ઓનર શ્રી પ્રફુલ્લ જોશી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રોજગારી ઊભી કરવાની દિશામાં સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. મોટા ભાડીયા અને કાંડાગરા વચ્ચે પ ફેક્ટરી ઉભી કરવામાં આવી રહી છે, જેમાં પ્રફુલ્લભાઈ પોતે પણ મજૂર બની કાર્ય કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. પ્રફુલ્લભાઈનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં સ્થાનિક દીકરીઓ અને મહિલાઓને રોજગારની તક ઉપલબ્ધ કરાવવાનો છે,