માંડવી: વાંઢ ગામે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરાયું
Mandvi, Kutch | Jul 7, 2026 ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારના વાંઢ ગામે સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સર્વે નંબર 418ની સરકારી જમીન પર કરસન તેજુ સંગાર દ્વારા ઉભી કરાયેલી ગેરકાયદેસર ગજીયા ફેક્ટરીનું દબાણ દૂર કરવામાં આવ્યું. આ દરમિયાન અંદાજે 1500 ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી.