સોજીત્રા: દેવા તળપદ ગામે ઉછીના આપેલા પૈસા પરત માગતા માર મારતા બે સામે ગુનો નોંધાયો
Sojitra, Anand | Apr 9, 2026 સોજીત્રા તાલુકાના દેવા વાંટા ગામે રહેતા વૃદ્ધે ઉછીના આપેલા પૈસા પરત માંગતા બે ભાઈઓએ વૃદ્ધને દુકાનમાંથી બહાર ખેંચી લાવીને માર મારી તેમજ લાકડાના ડંડાથી બન્ને હાથની કોણીમાં ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવવા પામ્યો છે. સોજીત્રા પોલીસે બંને ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.