માંડવી: માંડવી શહેરની સમસ્યાઓ પર કોંગ્રેસનો પ્રહાર, ટ્રાફિક અને બાયપાસ મુદ્દે ભાજપને આડે હાથ લીધા
Mandvi, Kutch | Apr 12, 2026 માંડવી શહેરની વધતી સમસ્યાઓને લઈને કોંગ્રેસ શહેર પ્રમુખ અરવિંદ સિંહ જાડેજાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા અને બાયપાસ રોડના મુદ્દે ભાજપ સરકારની કામગીરી પર પ્રશ્નો ઊભા કર્યા હતા. અરવિંદ સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે માંડવી શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે, જેના કારણે સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.