ઘોઘંબા: પંચમહાલ SOG પોલીસને મોટી સફળતા: નાર્કોટીક્સના ગુન્હામાં 1 વર્ષથી વોન્ટેડ આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો
પંચમહાલ SOG ટીમે નાર્કોટીક્સના ગુનામાં એક વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને SOG કોન્સ્ટેબલ પંકજકુમારની ચોક્કસ બાતમીના આધારે, ટીમે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ઢેબર બડી ગામે દરોડો પાડ્યો હતો. આ રેઇડ દરમિયાન રાજગઢ પોલીસ સ્ટેશનના NDPS એક્ટના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી લાલુ રાધુસિંગ ભાભોરને ઝડપી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે રાજગઢ પોલીસને સોંપવામાં આવ્યો છે.