ધોલેરા: ગાંધીનગર SMCનો મધરાતે સપાટો:ગોગલા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 8 શખસો ઝડપાયા, 9 ફરાર : રૂ. 6.02 લાખના મુદ્દામાલ જપ્ત
ગાંધીનગર SMCનો મધરાતે સપાટો:ગોગલા ગામે ખુલ્લા ખેતરમાં જુગાર રમતા 8 શખસો ઝડપાયા, 9 ફરાર : રૂ. 6.02 લાખના મુદ્દામાલ જપ્ત ધોલેરા પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે જુગારધામ પર મોટો સપાટો બોલાવ્યો છે. ધોલેરા તાલુકાના ગોગલા ગામના હલુરીયા પાટા વિસ્તારમાં આવેલા એક ખુલ્લા ખેતરમાં રમતા જુગારના સ્થળે SMC)ની ટીમે રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરોડામાં પોલીસે 8 જુગારીઓને રંગેહાથ ઝડપી લીધા છે, જ્યારે જુગારધામ ચલાવતા ભાગ