તારાપુર: મોરજ ગામે ઝાડા-ઉલટીના 11 કેસો મળતા ફફડાટ, આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વે અને ક્લોરીનેશન કામગીરી કરાઈ
Tarapur, Anand | Aug 21, 2026 મોરજ ગામમાં એક-બે નહીં પરંતુ આશરે 12 જેટલી જગ્યાએ પાણીની લાઈનો લીકેજ હોવાનું ઘટસ્ટોફ થયો છે.કેટલાક સ્થળોએ તો છ મહિનાથી લઈને એક વર્ષ કરતાં વધુ સમયથી પાણીની લાઈન લીકેજ હોવા છતાં પંચાયત દ્વારા કોઈ જ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી.મોરજ ગામમાં જુદા જુદા વિસ્તારમાં ઝાડા ઉલ્ટીના 11 કેસો મળી આવ્યા છે. આરોગ્ય વિભાગની 4 જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વે તેમજ મોનીટરિંગ કરી રહી છે. જેમાં ક્લોરીન ટેબલેટ તેમજ ORS નું વિતરણ કરાઈ રહ્યું છે.