ઉધના: સુરતમાં કેફે માલિકનું અપહરણ કરી માર મરાયો,કેફેના 8000ના બાકી બિલની ઉઘરાણીમાં યુવાન પર હુમલો
Udhna, Surat | Dec 8, 2025 સુરતના વેસુ વિસ્તારમાં પૈસાની લેવડદેવડને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં 8000 રૂપિયાનું બાકી બિલ ન ચૂકવવા બદલ એક કેફે માલિકનું અપહરણ કરી તેને બે યુવાનો દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. અપહરણ અને માર મારતા સમયનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો.આ ઘટના સુરતના વેસુ વિસ્તારમાં આવેલ મેડિનિયન કેફેના માલિક સાથે બની હતી. 23 વર્ષીય કેફે માલિક જસ્મિન વાગાણીએ આ મામલે વેસુ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર FIR નોંધાવી છે.