આજે મંગળવારે સાંજે ૬ વાગ્યાની આસપાસ એરપોર્ટ પર કસ્ટમ્સે સોનાની તસ્કરીનો પર્દાફાશ કર્યો છે.જેમાં અબુધાબીથી આવેલી હૈદરાબાદની મહિલા મુસાફર પાસેથી 98.78 લાખની કિંમતનું 729 ગ્રામ સોનું ઝડપાયું છે. મહિલાએ પર્સ અને કપડાંમાં બંગડીઓ, ચેઇન અને નેકલેસ જેવા દાગીના છુપાવ્યા હતા. ત્યારે કસ્ટમ્સ એક્ટ હેઠળ સોનું જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.