₹15 હજારનો પાસ લીધા પછી પણ ફૂડ અને પાણી માટે હેરાન થવું પડે? ‘સફેદ પરિંદે’માં ગયેલા ખેલૈયાઓએ આવી ફરિયાદો સાથે રોષ વ્યક્ત કર્યો છે.
અમદવાદ નજીક લપકામણના કસુંબલ નેસમાં યોજાયેલા ગરબાના પ્રથમ દિવસે અનલિમિટેડ ફૂડની જાહેરાત છતાં બે કલાકમાં જ ભોજન અને પીવાનું પાણી ખૂટી પડ્યાનો ખેલૈયાઓનો આરોપ છે. કેટરિંગ સ્ટાફ હાજર ન હોવાથી કેટલાક લોકોએ જાતે પિત્ઝા અને કોફી બનાવ્યાં હોવાનું પણ જણાવ્યું હતું.
ખેલૈયાઓએ પાર્કિંગની અવ્યવસ્થા અને એન્ટ્રી બંધ કરવાને લઈને પણ ફરિયાદ કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે, પોલીસની દખલ બાદ ફરી પ્રવેશ શરૂ કરાયો હતો.
મોંઘા પાસ ખરીદ્યા બાદ પણ મૂળભૂત સુવિધાઓ ન મળે તો જવાબદારી કોની?
[Amdavad, Safed Parinde, Lapkaman, Kasumbal Nes, Navratri, Garba, Garba Pass, Food Shortage, Drinking Water, Parking Issues, Event Management, Khelaiya, Attendee Complaints]
#Amdavad #SafedParinde #Navratri #Garba #GarbaNight