ઘોઘંબા: પંચમહાલ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા શ્રમિકોના વિવિધ પ્રશ્નો બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
પંચમહાલ જિલ્લા ભારતીય મજદૂર સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શ્રમિકોના પ્રશ્નો રજૂ કર્યા. સંઘે 8 કલાકના બદલે 10-12 કલાક કામ લેવાય છે છતાં પૂરું વેતન ન મળતું હોવા, મનસ્વી રીતે નોકરીમાંથી કાઢી મૂકવા જેવા આક્ષેપો કર્યા. તેમજ P.F., ESIC, બોનસ, ગ્રેજ્યુઈટી, પીવાનું પાણી અને સુરક્ષા જેવી સુવિધાઓનો અભાવ દર્શાવ્યો. નવા શ્રમ કાયદાઓ અમલમાં મૂકવા, ખાલી જગ્યાઓ ભરવા, સમાન કામ સમાન વેતન અને ઓવરટાઈમનું ડબલ વેતન આપવા માંગ કરી. શ્રમિકોના વિકાસ વગર રાજ્ય વિકાસ અશક્ય