ઘોઘંબા: ઘોઘંબા તાલુકાના પરોલી રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત: બે યુવકો ગંભીર રીતે ઘાયલ
ઘોઘંબા તાલુકાના બરિયા-પરોલી રોડ પર પરોલી છાપરી નજીક બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બરિયા તરફથી આવી રહેલા બે અલગ-અલગ બાઈકના સવારો કોઈ કારણોસર એકબીજા સાથે ટકરાતા આ ભયાવહ અકસ્માત થયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થયા હતા અને તત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બે યુવકો, મનોજભાઈ ભારતભાઈ પટેલ અને જીગ્નેશભાઈ ભરતભાઈ પટેલને પ્રાથમિક સારવાર માટે ઘોઘંબાદી રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, બંનેન