ગઢડા: બોટાદના કાળુભાર ડેમમાં બે વ્યક્તિઓ ડૂબ્યાની આશંકા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ
Gadhada, Botad | Nov 9, 2026 બોટાદના ગઢડા તાલુકાના ગઢાળી ગામ પાસે કાળુભાર ડેમમાં બે વ્યક્તિઓ ડૂબી ગયાની આશંકા છે. રેસ્ક્યુ ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ અને તંત્ર ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. હજુ સુધી વ્યક્તિઓની ઓળખ કે અન્ય વિગતો સામે આવી નથી.