Public App Logo
રાણપુર-બોટાદનો મહત્વનો મિલેટરી રોડ હાલ મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો માટે જોખમી બન્યો છે. વરસાદી પાણી ભરાતા ખાડાઓની ઊંડાઈ દેખાતી નથી અને ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનું જોખમ વધી જાય છે. રોજ હજારો વાહનો પસાર થતા આ માર્ગની દયનીય હાલત છતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અગાઉ પણ અકસ્માતો થયા છે, છતાં કાયમી મરામત કરવામાં આવી નથી. હવે લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ખાડા પૂરી સમગ્ર રોડનું ગુણવત્તાયુક્ત રીપેરિંગ કરાવે. #Ranpur #Botad #RoadCondition #Potholes #GujaratNews #HumDekhengeNews - Ahmadabad City News